અકસ્માત:દમણના પિતા પુત્રને ઓરવાડ પાસે અકસ્માત, પુત્રનું મોત

પારડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર રોડ ક્રોસ કરતા ટેમ્પોએ ટક્કર મારી

ઓરવાડ હાઇવે પર ઢાબામાં જમવા માટે આવેલા દમણના પિતા-પુત્રની બાઇકને ઓરવાડ હાઇવે ક્રોસ કરતી વેળા ટેમ્પોએ ટક્કર મારતા પુત્રનું ગંભીર ઇજાને લઇ મોત નીપજ્યું હતું.દમણના ભીમપોરમાં રહેતા નારાયણસિંગ લાખુસિંગ રાજપૂત ઉવ 50 તેમનો પુત્ર ગણેશ નારાયણસિંગ રાજપૂત ઉવ 17 સાથે બાઈક નં GJ-15-DG-2622 પર ઓરવાડ હાઇવે સ્થિત ઢાબામાં જમવા માટે આવ્યા હતા ત્યાંથી બંને ઘરે જવા બાઇક પર નીકળ્યા ત્યારે રામદેવ ઢાબા સામે ઓરવાડ નેશનલ હાઇવે ક્રોસ કરતાં વાપી તરફ થી પૂરપાટ ઝડપે આવતા આઇસર ટેમ્પો નં GJ-01- CY-7798 ના ચાલકે બાઇકને ટક્કર મારતા પિતા પુત્રને ફેકી દીધા હતા

જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા 108 મારફતે વાપી હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગણેશ નારાયણસિંગ નું કરૂણ મોત નિપજવા પામ્યું છે. આ બનાવ સંદર્ભે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે લાશનો કબજો લઈ પી,એમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...