ગેરકાયદે વ્યાજે નાણાં ધીર્યા બાદમાં પઠાણી વ્યાજની વસુલાત કરતાં વ્યાજખોરો સામે પારડી પોલીસે લાલ આંખ કરતા કોથરખાડીના એક યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસે પરવાના વિના વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વો પર અંકુશ મેળવવા ખાસ ડ્રાઈવનું શરૂ કરી છે.
જે મુજબ પારડીના પી.આઈ મયુર પટેલે પારડી કોથરવાડી ખાતે રહેતા ધ્રુવ ઉર્ફે કાંચો રાજુભાઈ પટેલ કે જે સત્તાધીશ અધિકારીના લાયસન્સ વિના ઉંચા વ્યાજે નાણાં ધિરાણ કરતો હતો. જેણે પારડી ચાર રસ્તા અભિનવ પાર્ક રો હાઉસ નંબર 7 માં રહેતા પાર્થ જયસુખ કોળી પટેલને ઉંચા વ્યાજે રૂ 50.000 આપ્યા હતા. જેના બદલામાં બુલેટ પણ ગીરવે મૂકાવી દીધી હતી.
આ હકીકત બહાર આવતા પાર્થ જયસુખ પટેલની ફરિયાદ નોંધી વગર લાયન્સ સે ઉંચા વ્યાજે ધિરાણ કરી પૈસા પડાવનાર ધ્રુવની ધરપકડ કરી છે. પારડી વલસાડ સહિત વાપી વિસ્તારમાં વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનારા ઇસમો સામે પણ યોગ્ય તપાસ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.