અકસ્માત:ટુકવાડા-પરિયા માર્ગ પર બે કાર અથડાતાં કોન્સટેબલને ઇજા

પારડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર શ્રમિકોની વાન સાથે અથડાતા અકસ્માત સર્જાયો

ટુકવાડાથી પરીયા જતા માર્ગ ઓવાર ફળિયા ખાતે વોક્સવેગન કાર અને મારુતિ વાન સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં વોક્સ વેગનકારમાં કારમાં સવાર પોલીસ કર્મીને ઇજા થતાં સારવાર માટે 108 મારફતે વાપીની હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે વાનમાં સવાર છ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઉમરગામના રહેવાસી અને કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ આર રબારી આજે સવારે વોક્સ વેગન કાર નંબર GJ-15-CA-4192માં સવાર થઈ તેમની ફરજ પર જવા માટે ટુકવાડા થી પરીયા થઈ નાનાપોઢા તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ઓવાર ફળિયા પાસે પરીયા તરફથી આવતી મારુતિ વાન નંબર GJ-15-CD-4248 સાથે પોલીસ કોન્સટેબલની કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બંને કાર સામ સામે અથડાયા બાદ મારુતિવાન રોડ સાઇડે જતી ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાતાં પોલ પણ તૂટી ગાતો હતો આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકશાન પહોચ્યું હતું જ્યારે પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને ઇજાઓ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાપી હરીયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે મારુતિવાનમાં ગોઇમા થી વાપી ચલા ખાતે સેન્ટિંગકામ અર્થે જઈ રહેલા પાંચ શ્રમિકો તેમજ વાહન ચાલક ભાવેશ શંકર પટેલને ગુપ્ત માર જેવી નાની મોટી ઈજાઓ સાથે ચમત્કાતિક બચાવ થયો હતો. જોકે, અકસ્માતની આ ઘટનામાં બંને ચાલક નશામાં હતા કે નહી તેની તપાસ થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...