સાવચેતી:દેખીતા ચોરોને બદલે છુપા ચોરોથી સચેત રહેવું જરૂરી: PSI

પારડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડીમાં ઠગાઇ, લૂંટ,ચોરી જેવા બનાવો રોકવા પોલીસની વેપારી મંડળ સાથે બેઠક

પારડી શહેરમાં ચોરી, ઓનલાઈન ફ્રોડ જેવા અનેક બનાવોથી સચેત કરવા પોલીસે પારડી યુનિટી હોલ ખાતે વેપારીઓ બેઠકનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પારડીના સિનિયર PSI કે.એમ. બેરીયાએ વેપારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દેખીતા ચોરોને બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરતાં છુપા ચોરોથી સચેત રહેવાની ખાસ જરૂર છે.

આ સાથે ઘરફોડ ચોરીના બનાવો રોકવા શહેરની દરેક દુકાનોમાં-બહાર રોડ તરફ સારી ક્લિયરીટી વાળા CCTV કેમેરા મૂકવા અનુરોધ કર્યો હતો. દુકાનોદારો રાત્રે દુકાન બંધ કર્યા બાદ દુકાનના કેમેરા પણ બંધ કરી જાય છે ન કરવા પણ સૂચન કરી કેટલીક ઘટનાઓના ઉદાહરણ સાથે સમજ આપી હતી.

હની ટ્રેપનો ભોગ બન્યા હોય તો ક્યારેય પણ નાણાં ન આપવા
હાલમાં ફેસબુક જે વી કેટલીક સોશ્યલ સાઇટો પર રૂપાળી સ્ત્રીઓ દ્વારા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મોહજાળમાં ફ્સાવે છે અને ક્ષોભ જનક સ્થિતિમાં વીડિયો કોલ કરી તમારો વિડીયો સ્ક્રીન રેકોર્ડ કરી બ્લેક મેલ કરી નાણાંની માંગે છે. ત્યારે આવા તત્વોને કોઈ પણ નાણાં ન આપવા. કારણ કે એક વાર રૂપિયા આપ્યા બાદ બીજા વાર માંગી બ્લેક મેલ કરે છે. આવી રૂપાળી અજાણી સ્ત્રી સાથે વાતો કરવાનું ટાળવું.

મોટી રકમ લઈ ને નીકળો તો અટકવું નહીં
જ્યારે પણ મોટી રકમ લઈ ને નીકળો છે ત્યારે એક્ષીડન્ટ નો ઢોંગ કરી કે પછી કેમ થૂંકયા જેવા બાબતે રોકી તમને ઉશ્કેરે છે અને જે બાદ બીજી વ્યક્તિ તમારી રકમ લઈ ફરાર થાય છે જેથી મોટી રકમ લઈ નીકળો તો કશે અટકવું નહીં

કાર્ડની સંપૂર્ણ વિગતો ન આપવી
પોતાના કાર્ડ ખોવાયા બાદ ઓનલાઇન બેંકોના નંબર શોધી પોતાના કાર્ડ લોક કરવાની પ્રોસેસ કરતા હોય છે ત્યારે સામે કાર્ડના તમામ નંબર માંગવામાં આવે તો પણ ન આપવા કારણ કે બેંકો સંપૂર્ણ વિગતો માંગતી નથી.

ઓનલાઇન માયા જાળમાં ન પડવું
જૂની કાર બાઇક કે ખરીદવા કે પછી હાલમાં વેપારીઓ પણ સસ્તો માલ ખરીદવા ઓનલાઇન વેપારીઓના કોંટેક્ટમાં આવી રહ્યા છે. ત્યારે ઓનલાઇન વેપાર કરતાં ભેજાબાજ પણ તમારી પાસે છેતરી નાણાં પડાવી લે છે અને માલ જોવા તેડાવી આખી નાણાં ઉલેચવાની યોજનાનો અંજામ આપે છે.

અન્ય સમાચારો પણ છે...