રહસ્ય અકબંધ:પારડી પોલીસ સ્ટેશનના શૌચાલયમાં ફાંસો ખાવા પૂર્વે યુવકે ભાઈને ફોન કરી રૂપિયા મંગાવ્યા હતા

પારડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 દિ’ અગાઉ નેપાળથી આવેલા યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યાનું રહસ્ય અકબંધ

પદમ ધનબહાદૂર નેપાળી નેપાળથી ઉમરગામ ગાંધીવાડી રહેતા તેનો ભાઈ સુનિલ ધનબહાદૂર પાસે આવવા નીકળ્યો હતો.પદમ પાસે ફોન ન હોવા છતાં તે નેપાળથી નીકળ્યા બાદ અન્યના ફોન પરથી તેના ભાઈના સતત સંપર્કમાં હતો.તેણે પારડી પહોચ્યા પછી પણ તેના ભાઈ સુનિલને કોઈકના ફોન પરથી ફોન કર્યો હતો અને હું પારડી પોલીસ સ્ટેશને છું. તું 10 થી 15 હજાર રૂપિયા લઈને અહીં આવ તેવી વાત કરી હતી.

આ સાથે તેણે તેનાભાઈને તેને ત્રણ થી ચાર જણાએ માર માર્યો હોવાનું પણ જણાવ્યુ હતું. તે સામે તેના ભાઈએ પૂછતાં તેણે અહીં આવો ખબર પડી જશેની વાત કરી ફોન મૂકી દીધો હતો. જેવી વાત કરેલો તેનો અંતિમ કોલ હોવાનું પદમ નેપાળીના સંબધીઓમા ચર્ચા છે. ત્યાર બાદ તેની લાશ બુધવારે પારડી પોલીસ મથક વિસ્તારના શૌચાલયમાં ફાંસો ખાધેલી મળી હતી. છ દિવસ પછી પણ નેપાળી યુવકના આપઘાતમાં હજુ સુધી કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસ આ પકરણમાં ઉંડાણ પૂર્વક તપાસ કરે તો હજુ નવા તથ્યો બહાર આવી શકે એમ છે.

મૃતકે ઉમરગામ જવા ભાડું મંગાવ્યું બીજી તરફ ખિસ્સામાંથી 1170 રૂપિયા મળ્યા
આ ચકચારી આપઘાત પ્રકરણમાં પદમ પોલીસ મથકમાં પ્રવેશી PSOને મળ્યો હોવાનું અને જે બાદ બહાર આટાફેરા કરતો CCTVમાં કેદ થયો હોવાનું પોલીસ જણાવી રહી છે અને સાથે તેણે પોલીસ પાસે ઉમરગામ જવા પૈસા માંગ્યા હોવાનું જણાવી રહી છે. ત્યારે બીજી તરફ પદમનો જ્યારે મૃત દેહ મળ્યો ત્યારે તેના ખિસ્સામાં 1170 રૂપિયા મળ્યા હતા. જે પોલીસે કબ્જે પણ લીધા છે.

ઉચ્ચ અધિકારી તપાસ કરે તે જરૂરી
આ પ્રકરણમાં શંકાઓ ઉપજી રહી છે. ત્યારે આવા ગંભીર મામલાની તપાસ કોઈ ઉચ્ચઅધિકારીને સોપવામાં આવે તો સાચું બહાર આવી શકે તેમ છે. હાલ જે મથકે બનાવ બન્યો તે જ મથકના PSIને આશ્ચર્ય જનક રીતે તપાસ સોપાઈ છે.મૃતક પારડી પોલીસ સ્ટેશનમાં કેમ પહોંચ્યો એ પણ તપાસ જરૂરી.

અન્ય સમાચારો પણ છે...