કાર્યવાહી:જીવના જોખમે શરીરે દારૂની બોટલો બાંધી ખેપ મારતા 4 યુવક ઝડપાયા

પારડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી પોલીસે રેટલાવ હાઇવેથી ઝડપી પાડ્યા હતાં

દારૂ બંધી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં માટે ખેપિયાઓ અનેક કિમીયાઓ અજમાવતા હોય છે. કોઈ ખેપિયા બાઈક,કાર કે ટ્રકમાં યુક્તિ અજમાવી દારૂ લઈ જતા હોય છે. ત્યારે નાના પાયે દારૂ હેરાફેરીનું કામ કરતા ખેપિયાઓ પણ યુક્તિ અજમાવવા માં પાછળ રહેતા નથી.આવા 4 ખેપિયાને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ ચાર ખેપિયાઓએ દારૂ હેરાફેરી કરવા એક પણ વાહનનો ઉપયોગ કર્યો ન હતો તેઓએ પોતાના શરીરે સેલો ટેપથી વિદેશી દારૂની બોટલ બાંધીને લઈ જતા હતા. દારૂની આ રીતની ખેપ વર્ષોથી ચાલી આવી છે. વારંવાર ખેપિયાઓ પકડાય છે અને જામીન ઉપર છૂટી ફરી એજ માર્ગે દારૂની ખેપ મારે છે. ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવો એક રૂટિન પ્રક્રિયા બની ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...