ચોરી:ખડકીની હોટલમાં કાઉન્ટર પરથી ગઠિયો મોબાઇલ તફડાવી ગયો

પારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોટલાના સીસીટીવીમાં લાગેલા કેમેરામાં ચોરી કરનાર કેદ થયો હતો. - Divya Bhaskar
હોટલાના સીસીટીવીમાં લાગેલા કેમેરામાં ચોરી કરનાર કેદ થયો હતો.
  • યુવક મોબાઈલ મૂકી મિત્ર સાથે વાતમાં તલ્લીન હતો

પારડી તાલુકાનાં રોહિણા ગામે રહેતો નીરજ જિતેન્દ્રભાઈ પટેલ ગત 3 મેના રોજ સાંજે ખડકી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો જ્યાંથી તે તેનો મિત્ર સાથે રાત્રીના લગભગ દસ થી સાડા દશ વાગ્યે ખડકી નેશનલ હાઇવે સ્થિત આવેલી હોટલ એપીકલ પર ગયો હતો જ્યાં તે હોટલના કાઉન્ટર આગળ મોબાઈલ મૂકી મિત્ર સાથે વાત કરવામાં મશગુલ હતો તે સમયે એક શખ્સ હોટલના કાઉન્ટર પાસે આવી હોટલ સંચાલક પાસે કઈ ખરીદી કરી તકનો લાભ લઈ કાઉન્ટર પર મૂકેલો ફોન સેરવી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ હોટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે યુવકે પારડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. પારડી પોલીસે હોટલમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ મેળવીને આરોપીની ઓળખ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હોટલમાં કોઇપણ જાતના ડર વિના યુવક મોબાઇલ સેરવી ગયો હતો. જે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...