પારડી તાલુકાના અરનાલા અને પાટી ગામને જોડતા કોલક નદીના બ્રિજ પર ધગડમાળ ના યુવાને બ્રિજની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો લગાવી લડકી જતા ચકચાર મચી જવા પામી છે.યુવાન બ્રિજની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લટકતો નજરે આવતા મોટી સંખ્યામાં ગામલોકો દોડી ગયા હતા.
પારડી તાલુકાના ધગડમાળ ગામે મંદિર ફળિયા ખાતે રહેતો અને સેન્ટીંગ મજૂરીનું કામ કરતો રણજીતભાઈ કાંતિભાઈ ઢોડિયા પટેલ આજે રવિવાર ના રોજ અરનાલા અને પાર્ટી ગામને જોડતા કોલક નદીના બ્રિજ પાસે પહોંચ્યો હતો અને નાયલોનની દોરી નો એક છેડો બ્રિજના એંગલ સાથે બાંધી બીજો છેડો પોતાના ગળે બાંધી પુલ પરથી નીચે કૂદકો મારી ગળેફાંસો ખાઇ લટકી જઈ જીવન ટૂંકાવી દીધું હતું.
રણજીતભાઈ આ રીતે લટકતો બ્રીજ પણ નજરે આવતા આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે પારડી પોલીસને જાણ કરાતા બીટ જમાદાર ઉમેશભાઈ ગુજ્જર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.અને ગામલોકોની મદદથી ભારે જહેમતે બ્રિજ પર લટકતા યુવાનને બહાર ઉપર કાઢ્યો હતો અને પીએમની કાર્યવાહી કરવા સારૂ રોહિણા CHC હોસ્પિટલ મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો જોકે રણજીતભાઈએ કયા કારણસર આપઘાત કર્યો જે હજી રહસ્ય અકબંધ રહેવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.