તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:લગ્ન માટે ખરીદી મુદ્દે પત્ની સાથે ઝઘડો, પતિનો આપઘાત

પારડી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઉદવાડા પારડી રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન નીચે સરોધીના યુવકે પડતુ મુક્યું હતું

પારડીના સરોધી બરવાડી ફળિયા ખાતે રહેતા 46 વર્ષીય પ્રકાશ નગીનભાઈ પટેલ સેન્ટીંગનું કામ કરે છે. જેમની સાળીની દીકરીના લગ્ન હોવાથી પત્ની મનિષા સાથે કપડાં ખરીદી મુદ્દે બોલાચાલી થઇ હતી.જે બાદ પત્ની મનીષા રૂમમાં સૂઈ ગઈ હતી. મંગળવારે ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ટ્રેન અડફેટે ક્ષતિગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

જેની જાણ થતા પારડી પોલીસે તપાસ કરતા નજીકથી બાઇક મળી હતી. આ બાઈક પ્રકાશ સરોધીની હોવાનું જણાતા તેના ઘરે જઇ મનિષાબેનને સીએચસી હોસ્પિટલ લઇ આવતા તેમણે મૃતક તેના પતિ પ્રકાશ હોવાની ઓળખ કરી હતી. કપડા ખરીદવા બાબતે તેના પતિ સાથે ગત રાત્રીએ બોલાચાલી થતા તેઓ ઘરેથી રાત્રે એકલા નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો