કાર્યવાહી:ટ્રાવેલ્સની બસમાં સામાન સાથે દારૂ ઘુસાડવાનું નેટવર્ક

પારડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગવાડાથી જય ટ્રાવેલ્સની બસમાં દારૂ મળ્યો
  • ચાલક-ક્લીનર સહિત 3ની ધરપકડ

વલસાડ LCB પોલીસે મુંબઈથી અમદાવાદ જતી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોના સામાનની આડમાં દારૂની હેરાફેરી નું નેટવર્ક ઝડપી પાડ્યું છે.LCB ટીમે પૂર્વ બાતમી આધારે બગવાડા હાઈવે પર વોચ ગોઠવી જય ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસને ઝડપી પાડી છે.એલસીબી પોલીસની બાતમી મળી હતી કે મુંબઈ થી અમદાવાદ જતી જય ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર GJ-03-BV-4362 તલાસરી હાઈવે થી દારૂનો જથ્થો ભરી અમદાવાદ ખાતે લઇ જવાઈ રહ્યો છે.

જે બાતમી આધારે LCB ટીમે બગવાડા હાઈવે પર વોચ ગોઠવી હતી.અને બસ આવતાં જ પોલીસે અટકાવી તપાસ કરતાં ડીકીમાં મુસાફરોના સામાનની આડમાં લઇ જવાતો વિદેશી દારૂની બોટલ નંગ 432 જેની કિંમત રૂપિયા 43200નો જથ્થો મળી આવતા બસ ચાલક સલીમ ઉર્ફે સમીર મોહમ્મદ શેખ રહે અમદાવાદ જહાપુરા તેમજ ક્લીનર ગણેશ રતિલાલ મરાઠે રહે ધુલિયા મહારાષ્ટ્ર અને સાથે બેસેલો જીવા કુબેર મીણા રહે ઉદયપુર રાજસ્થાન ની પોલીસે ધરપકડ કરી છે.

આ દારૂનો જથ્થો વાપી રહેતો ગૌરવ ઉર્ફે ગોલુ અને અનમોલે ભરાવી આપ્યો હતો અને આકાશ નામના વ્યક્તિને અમદાવાદ ખાતે પહોંચાડવાનો હોવાનું જણાવતાં પોલીસે આ ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ તો પોલીસે દારૂ અને લક્ઝરી બસ મળી 10. 49 લાખનો મુદ્દામાલ કબજે લઇ પારડી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...