મૂળ પારડી પ્રેરણા એપાર્ટમેન્ટ રતન વાડી ખાતે રહેતો અને અમદાવાદ હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા તેની સાથે પ્રેક્ટિસ કરતો વકીલ મિત્ર હીરક પ્રોબીરભાઈ ગાંગુલી રહે થલતેજ અમદાવાદને સાથે કામ અર્થે શુક્રવારે પારડી આવ્યા હતા.
કામ પૂર્ણ કર્યા બાદ રાત્રે અન્ય બે મિત્રો અભિષેક કપ્તાન સિંગ રાજપૂત અને પ્રશાંત ભવરસિંગ રાજપુરોહીત આમ આ ચાર મિત્રો અલગ અલગ બે બાઇક પર વાપીના સલવાવ હાઇવે પર મામા કબાબ હોટલમાં જમવા નીકળ્યા હતા જ્યાં હોટેલમાં ગર્દી હોવાથી આ ચારેય મિત્રો અતુલ ચણવઈ ખાતે હોટલમાં જમવાનું નક્કી કરી પરત નીકળ્યા ત્યારે પલ્સર બાઈક નંબર GJ-15-BF-8644 ને પ્રશાંત રાજપુરોહિત બાઇક હંકારી રહ્યો હતો. જેના પાછળ અમદાવાદ રહેતો હીરક ગાંગુલી બેઠો હતો જેમની બાઇક અચાનક પારડી જોગમરડી નજીક હાઇવે પર સ્લીપ થઈ જતા બંને માર્ગ પર પટકાયા હતા જેમાં હીરક પર પાછળથી આવતું કોઇ વાહન ફરી વળ્યુ જ્યારે ચાલક પ્રશાંત રાજપુરોહિતને ગંભીર ઇજા થતા બંને ઘાયલ થયા હતા.
બંનેને 108માં પારડી સરકારી હોસ્પિટલ લઈ જવાતા હીરક ને તબીબે મૃત જાહેર કર્યો હતો જયાંરે પ્રશાંતને વધુ સારવાર માટે વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલા પ્રશાંત રાજપુરોહિત હાલ UPSCની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. તેની 14 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.