તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડહેલી ગામે ગૌવંશની હત્યા કરનાર આરોપીની ધરપકડ

પારડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી પોલીસે 5 દિ’ના રિમાન્ડ મેળવ્યા

પારડીના ડહેલી ગામે કાકવા ફળિયા ખાતે અહમદ શરીફના ખેતરમાં વાછરડીનો ભાંભરવાનો અવાજ આવતા ગામ લોકો દોડીને જાય તે પહેલાં 3 ઈસમોએ ગૌવંશના ચાર પગ બાંધીને કતલ કરી નાંખી હતી. ગામ લોકો પહોંચી જતા એક વાછરડી ને મૂકી ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પારડી પોલીસ સ્થળે પહોંચી હતી જ્યાં પોલીસને એક GJ 15 MM 2999 નંબરની બાઈક અને છરા ચપ્પુ જેવા સાધનો મળ્યા હતા. ગૌવંશ કતલ કરનારને ઝડપી પાડવા પારડી પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

ઘટનાના બે માસ પછી આરોપી મહંમદ ઈમ્તિયાઝ શેખ રહે ડેહલી ગામ મુસ્લિમ ફળિયાને ચિવલ રોડ પાસેથી ઝડપી પાડવામાં પારડી પોલીસને સફળતા મળી છે. પૂછપરછમાં વાપી ગીતાનગર અનીશ ડોક્ટર દવાખાના પાછળ રહેતો ફકીરા મહમદ રજાક શેખ અને વાપી ગોદાલ નગર નવી મસ્જિદ ની બાજુમાં રહેતો ઈસ્માઈલ ખાન પણ તે રાત્રે ગૌવંશની કતલ કરવામાં સામેલ હતા. આ બંનેની ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે. આરોપી મોહમ્મદ ઈમ્તિયાઝ શેખને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...