તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:તિઘરામાં ઓવરટેકની લ્હાયમાં અકસ્માત, બાઇકસવારનું મોત

પારડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણથી મજૂર યુવકો આવતા હતા

પારડીના તરમાલિયાગામે ઝંડા ચોક ફળીયા ખાતે રહેતો કલ્પેશ છોટુભાઈ ઢોડિયા પટેલ ઉંમર વર્ષ 48 તેના મિત્ર સુનિલ ખંડુભાઈ પટેલ સાથે તેની યુનિકોન બાઈક પર દમણ સોમનાથ થી સેન્ટીંગ મજુરી કામ કરી પરત ઘરે ગુરૂવારે સાંજે ફરી રહ્યા હતા.ત્યારે બાઈકચાલક સુનિલે તિઘરા ગામે વિનોદ દેસાઇની વાડી સામે માર્ગ પર પસાર થતી વેળા આગળ ચાલતા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા બાઈક ટ્રેક્ટરના પાછળના ભાગે અથડાતા સુનિલ ફેંકાઈ ગયો હતો.

જ્યારે પાછળ બેસેલો કલ્પેશ ટ્રેક્ટરના ટ્રોલીના પાછળના વ્હીલમાં આવી જતા તેને ગંભીર હાલતમાં 108માં પારડીની ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ઘટના અંગે પારડી પોલીસમાં કલ્પેશના ભાઈ રાજેશે ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પેશના મિત્ર સુનિલ સામે ગુનો દાખલ કર્યો છે. સુનિલને પણ આ અકસ્માતમાં ઈજા થતાં હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...