પારડી તાલુકાના ટુકવાડા ગામે અવધ ઉથોપીયાની બાજુમાં આવેલી આંબાવાડીમાં 11 જૂનના રાત્રિના કાદવ કીચડમાં લથપથ અને કીડીઓના દંશથી પિડાતી ત્યજી દેવાયેલી બે દિવસથી નવજાત બાળકી મળી હતી. વાડીમાં મજુર કુદરતી હાજતે જતા નવજાત બાળકીનો રડવાનો અવાજથી નજરે આવી હતી. આ મામલે પોલીસને જાણ કરતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકીને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પારડી પોલીસે ગુનો નોંધી બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. બાળકી છેલ્લા 32 દિવસથી વલસાડ સિવિલમાં સારવાર લઈ રહી હતી. જે સંપૂર્ણ પણે સ્વસ્થ થતાં મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બાળકીની સાર સંભાળ માટે ચીખલી શિશુવિહાર કેન્દ્રમાં મુકવામાં આવી છે. આ બાળકી વિશે કશી પણ માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરાઈ છે. બાળકી આખી રાત સુધી કાદવમાં પડી રહેતા તેના ઉપર કિડી અને મંકોડા ચઢી જતા મોંઢાના ભાગે ઇજા પહોંચી હતી. પોલીસે બાળકીને સિવિલમાં ખસેડાતા તેના જીવમાં જીવ આવ્યો હતો. હાલ બાળકી સ્વસ્થ થતા તેને ચીખલી સ્થિત શિશુવિહાર કેન્દ્રમાં લઇ જવાય છે.
બાળકીનું નામ શિયા રાખ્યું
32 દિવસની સારવારમાં બાળકી સાથે હોસ્પિટલ સ્ટાફની એક લાગણી સભર સંબંધ બંધાઇ ગયા હતા અને સૌની તે લાડકી બની ગઈ હતી. હોસ્પિટલનો સ્ટાફ સિયા નામની બોલાવતા થયા હતા. બાળકી સ્વસ્થ થતા રજા આપતા હોસ્પિટલની કેટલીક મહિલા સ્ટાફના આંખોમાં આંસુ સરી પડ્યા હતા. પરંતુ એક માસની થયેલી આ બાળકીની યાદ તેની જનેતાને આવી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.