આત્મહત્યાનો પ્રયાસ:પરીયાની યુવતીએ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીયત લથડતા સિવિલમાં ખસેડાઇ

પારડી તાલુકાના પરિયા વેલવાગડ ભૂમિહીન ફળિયા ખાતે રહેતી ગુણવંતીબેન અશોકભાઈ પટેલ ઉંમર વર્ષ 18 પોતાના ઘરે ગત રાત્રે અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરી દીધો હતો.ઝેરી દવા પીધા બાદ તેની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે પારડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેને વધુ સારવારની જરૂર પડતા ગુણવંતીબેન ને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં ખસેડવામાં આવી છે. આ બનાવની જાણ સિવિલ હોસ્પિટલના તબીબે પારડી પોલીસને કરવામાં આવી છે .આ 18 વર્ષ યુવતીએ કયા કારણસર આ પગલું ભર્યું જે હજી રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...