તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો હુમલો:વેલપરવા ગામે પશુનું મારણ કરવા આવેલા દીપડાનો યુવક પર હુમલો

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચકા ભરી પંજો મારતા યુવકને હાથ- માથામાં ઇજા

પારડીમાં પશુઓનું મારણ કરતો દીપડા હવે મનુષ્ય પર પણ હુમલો કર્યો હોવાની પ્રથમ ઘટના વેલપરાવા ગામે બની છે. દીપડાએ રાત્રે યુવક પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પારડીના વેલપરવા ગામે ભેસુ ફળીયામાં રહેતા સતીષ બચુભાઇ પટેલ તેમના ઘરે સુતા હતા ત્યારે રાત્રે કોઢારમાં બાંધેલા પશુઓ અચાનક બેબાકળ બની અવાજ કરતા સતીષભાઈ કોઢારમાં જોવા ગયા ત્યારે ત્યાં પશુઓનું મારણ કરવા આવેલા દીપડાએ સતીષભાઈ પર અચાનક હુમલો કરી દીધો હતો.

દીપડાએ પંજા મારી બચકા ભરતા સતીષભાઈ લોહીલુહાણ થઇ ગયા હતા. બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા દીપડો ભાગી છૂટ્યો હતો.ગંભીર રીતે ઘાયલ સતીષને સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અંગેની જાણ પારડી રેન્જ ફોરેસ્ટ અધિકારી સમીર કોંકણીને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ જમીન પર પડેલા દીપડાના પંજાની પુષ્ટિ કરી પાંજરૂ અને નાઈટ વિઝન કેમેરા ગોઠવી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.

ચાલુ વર્ષમાં તાલુકામાંથી 3 દીપડા પાંજરે પુરાયા છે
પારડીમાં વર્ષ દરમિયાન ત્રણ જેટલા કદાવર દીપડા ઓ પાંજરે પુરાયા હતા. જેને લઇ તાલુકાના ગામડામાં લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...