પારડી વેલપરવા રોડ ખાતે આવેલ સાઈ શ્રદ્ધા કોમ્પ્લેક્સ રૂમ નંબર નવ માં રહેતા મૂળ બિહારના ગુલાબ ચંદ્ર હરિલાલ સિંહ ઉંમર વર્ષ ૩૫ રીક્ષા ડ્રાઈવિંગ નું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રેસર ની બીમારીને લઈ પારડી દમણીઝાપા ખાતે આવેલ ડોક્ટર જસવંતના દવાખાનામાંથી પ્રેશરની દવા લેતા હતા.
ગઈકાલે રાત્રે 10 વાગ્યે ધંધા પરથી ઘરે આવ્યા બાદ 10. 30 કલાકે જમ્યા બાદ પ્રેશરની ગોળી લઈ બેઠા હતા. તે દરમિયાન તેઓને પેટમાં તથા છાતીમાં દુખાવો થાય છતાં તેઓ બહાર થોડું ચાલ્યા બાદ સૂઈ જવાથી સારું થઈ જશે એમ કહી સુઈ ગયા હતા.
રાત્રે આશરે એક વાગે એમના પત્ની શિલ્પી બેન જાગી જતા તેઓની નજર પતિ ગુલાબસિંહ પડતા તેઓના મોંમાંથી ફીણ નીકળતું હોય તાત્કાલિક રિક્ષામાં મોહનદયાળ હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા આ અંગેની ફરિયાદ પત્ની શિલ્પી બેને પારડી પોલીસ સ્ટેશનમાં લખાવતા પારડી પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.