આત્મહત્યા:મોતીવાડામાં પ્રેમ સંબંધ તૂટી જતા યુવકે આપઘાત કર્યો

પારડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો

પારડીના મોતીવાડા ગામે કૃષ્ણ કુંજ વિહારમાં રહેતા ઉદય કાંશીરામ બોહરા ઉંમર વર્ષ 20 જે જેકસન કંપનીમાં નોકરી કરી માતા અને ભાઈ સાથે રહેતો હતો.આ યુવકે 2 માર્ચના રોજ ઘરે કોઈ ન હોય રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.સાંજે ચાર વાગે વેલસ્પન કંપનીમાં કામ કરતી માતા સોનલ ઘરે પરત આવી વારંવાર બૂમ પાડવા છતાં દરવાજો ન ખોલતા તેણે બાજુના ઘરમાંથી પોતાના ઘરમાં પ્રવેશ કરી જોતા ઉદય ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા આજુબાજુના લોકોને બોલાવી ઉદયને નીચે ઉતારી એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ ખસેડ્યો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

વાપી રહેતી ઉદયની બહેન ઉર્મિલા હાર્દિકભાઈ પટેલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી શ્રેયા સિંઘ નામની એક યુવતી સાથે ઉદયને પ્રેમ સંબંધ હતો અને અઠવાડિયા દરમિયાન બંને વચ્ચે અણબનાવ બનતા પ્રેમ સંબંધ તૂટી ગયો હોય જેને કારણે ઉદયને મનમાં ખોટું લાગી આવતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. પારડી પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...