ચોરી:પારડીમાં ફ્રુટ ખરીદતી મહિલાના 20 હજાર ગઠિયો સેરવી ગયો

પારડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી કેમેરામાં ચોરી કરતો ઇસમ કેદ થયો હતો. - Divya Bhaskar
સીસીટીવી કેમેરામાં ચોરી કરતો ઇસમ કેદ થયો હતો.
  • બેંકમાંથી પેન્શન ઉપાડી ફ્રુટ લેવા જતા બનેલી ઘટના

પારડી શહેરમાં ધોળે દિવસે પેન્શનના નાણાં ઉપાડી ફ્રુટ લેવા લારી પાસે ઉભેલી મહિલાની નજર ચૂકવી ગઠિયો 20,000 રૂપિયા ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.પારડીના સુખેશગામે રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા કુંતાબેન સોમાભાઈ નાયક બુધવારના રોજ પારડી બેંક ઓફ બરોડામાં પેન્શનના નાણાં ઉપાડવા માટે આવ્યા હતા. જ્યાંથી મહિલાએ 20 હજાર ઉપાડિયા બાદ પરત ઘરે જવા પહેલા રામ ચોક સ્થિત ફ્રુટની લારી ઉપર ફ્રુટ લેવા ઉભા રહ્યા હતા.

ત્યારે ગ્રાહકના સ્વાંગમાં લારી ઉપર આવેલો ગઠિયો તમારા પૈસા નીચે પડી ગયા છે. તેવું કહી મહિલાની નજર ચુકવી થેલા માંથી 20 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પારડી શહેરમાં ધોળે દિવસે સાથે સતત લોકોની અવર જ્વર વાળા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને મહિલાની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મહિલાના પૈસા ચોરી કરી ભાગતો ગઠિયો cctv કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે. જે મેળવી પોલીસે ગઠિયો સુધી પહોંચવાની મથામણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...