વાપી થી વલસાડ તરફ પાણીની બોટલો ભરીને જતો છોટા હાથી ટેમ્પોના ચાલકે પારડી નેશનલ હાઇવે પસાર કરતી વખતે સોના દર્શન સામે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ધડાકાભેર ટેમ્પો પલટી મારી ગયો હતો. જેને લઇ પાણીની બોટલો હાઇવે પર વેરણછેરણ થઈ ગઈ હતી. ટેમ્પો પલટી મારતા હાઈવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.
જેને લઇ દોડી આવેલા આજુબાજુના લોકોએ મદદ કરી ટેમ્પોને હાઇવે પર સીધો કર્યો હતો અને ટેમ્પોચાલક કૌશિક ભાણાભાઈ પટેલ રહે વલસાડ ઘવાયો હોય તેમને ટેમ્પામાં સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળેલી વિગત મુજબ ટેમ્પો ચલાવતી વખતે ચાલક નાસ્તો કરી રહ્યો હતો ત્યારે બેધ્યાન થતાં સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ધડાકાભેર પલટી મારી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.