તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વલસાડના પોસ્ટ કર્મચારીએ પારડીમાં પણ 38.56 લાખની ઉચાપત કરી હતી

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સુનિલકુમાર ઘનશ્યામ ચાવડા - Divya Bhaskar
આરોપી સુનિલકુમાર ઘનશ્યામ ચાવડા
  • 5 ખાતામાં નાણાં ન ભર્યા, 19માંથી ડુપ્લીકેટ સહીથી ઉપાડ્યા

દીકરીના ભવિષ્ય માટે લોકોએ સુ કન્યા યોજના હેઠળ ખાતા ખોલાવ્યા પરંતુ પોસ્ટલ આસિસ્ટન્ટ દીકરીઓના પૈસા ચાઉ કરી ગયો, ચીટર પોસ્ટલ આસિસ્ટન્ટ વલસાડની પોસ્ટ ઓફિસ સાથે પારડી પોસ્ટ ઓફિસના 24 જેટલા ખાતેદારોના 38.56000ની રકમ ઉચાપત કરી ગયો હોવાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વલસાડ પોસ્ટ ઓફિસનો પોસ્ટલ આસિસ્ટન્ટ સુનિલકુમાર ઘનશ્યામ ચાવડા રહે વલસાડ તિથલ રોડ ટાઇટન શોરૂમની સામે એપાર્ટમેન્ટ મૂળ રહે સુરેન્દ્રનગર વઢવાણજી વલસાડ પોસ્ટ ઓફિસમાં 7 જેટલા ખાતેદારોના ખાતામાંથી 9.80 લાખથી વધુની રકમ ઉચાપત કરી જતા વલસાડ સીટી પોલીસમાં ધરપકડ કરી છે. પોસ્ટલ આસિસ્ટન્ટ સુનિલ ચાવડા વર્ષ 2015 થી વર્ષ 2018માં પારડી પોસ્ટ ઓફિસમાં પણ ફરજ બજાવતો હતો.

આ ફરજ દરમિયાન તેણે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પાંચ ખાતેદારોના નાણાં સ્વીકાર્યા હતા ને પાસબુકમાં એન્ટ્રી પણ કરી આપી હતી પરંતુ એન્ટ્રી બાદ સરકારી દફતરે તેણે નાણાં જમા ન કરાવી 19 સેવિંગ ખાતેદારોની જાણ બહાર તેણે ફોર્મ ભરી ખાતેદારોની ડુપ્લીકેટ સહી કરી ખાતા માંથી 38.56 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે સુરત સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસના નિલેશ રમણલાલ રાઠોડે પારડી પોલીસ મથકે આસિસ્ટન્ટ સુનિલ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પી.એસ.આઇ ગોહિલે તમામ ખાતેદારોને પોલીસ મથકે બોલાવી નિવેદન લઇ આરોપીને વલસાડ થી ટ્રાન્સફર વોરંટથી લાવવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડમાં 10 લાખનો ખેલ કરતા ધરપકડ
વલસાડની પોસ્ટ ઓફિસમાં બચતખાતામાંથી નાણાં ઉપાડી લીધો હોવાની ફરિયાદની તપાસ કરતાં 7 ખાતેદારે તેમના ખાતામાંથી જાણ બહાર નાણાં ઉપાડ્યા હોવાનું બહાર આવ્યું હતું.જે દિવસે નાણાં વીથડ્રો કરાયા તે તારીખે હેડપોસ્ટ ઓફિસના કાઉન્ટર ટેબલ ઉપર પોસ્ટલ આસિસ્ટન્ટ સુનીલકુમાર ચાવડા ફરજ પર હતો. સુનિલે ખાતેદારોની જાણ બહાર 7 ખાતામાંથી કુલ રૂ.9.80 લાખની ઉચાપત કરી હોવાનું જણાયું હતું.આ મામલે સુપ્રિન્ટ્ન્ડન્ટ અનિલ કુમારે વલસાડ મથકે ફરિયાદ નોંધાવતા ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...