કાર્યવાહી:194 પરમિટ સામે 263 ઘેંટા બકરા ભરી જતી ટ્રક બગવાડાથી ઝડપાઇ

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4ની ધરપકડ, 2 વોન્ટેડ, તમામ ઘેટા-બકરા રાતા પાંજરાપોળ મોકલાયા

પારડી પોલીસની ટીમે કંટ્રોલરૂમની બાતમી આધારે બગવાડા નેશનલ હાઇવે ટોલ બૂથ આગળ વોચ ગોઠવી મુંબઈ તરફ જતી ઘેંટા બકરા ભરેલી ટ્રક નંબરGJ-31-T-5786 ને અટકાવી હતી. આ ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ઘેટા બકરાં ક્રૂરતાપૂર્વક ઠાંસી ઠાંસીને ભરેલા મળી આવ્યા હતા.

ટ્રકચાલક પાસે કુલ 194 ઘેંટા બકરા લઈ જવાની પરમિટ સામે ટ્રકમાં ઠાંસી ઠાંસીને 263 ઘેઠા બકરા ભર્યા હતા જેમાં એક ઘેટું મૃત હાલતમાં મળ્યું હતું આમ ટ્રકમાં પરમીટથી વધુ ઘેટા બકરા મળતા પોલીસે ટ્રક ચાલક અભુસુફીયાન કાલુ જમાદાર અને ક્લીનર રાજેશ સરદાર પગી બંને રહે મોડાસા અરવલ્લી તેમજ સાથે બેસેલા બાબુ અબ્દુલભાઈ લતીફ ચૌહાણ અને આબિલ ઈકબાલ ખત્રી બંને રહે રાજસ્થાન શિખરની ધરપકડ કરી 5,26000ના ઘેટાં- બકરા અને ટ્રક કબજે લઇ ચારેય ઈસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બકરા રાજસ્થાનથી મુંબઇ લઇ જવાઇ રહ્યા હતા
આ ઘેટા બકરા રાજસ્થાનથી સાૈકત ઈસ્માઈલ ચૌહાણે ભરી આપ્યા હતા અને મુંબઇ ખાતે રફીક નામના ઈસમને પહોંચાડવાના હોવાનું બહાર આવતાં આ બંનેને પણ પારડી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...