તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કતલખાને લઇ જવાતા 227 ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઇ

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂકવાડાથી ઝડપેલી ટ્રકમાં પરમીટ માત્ર 150ની જ હતી

પારડી પોલીસે બાતમી આધારે ટુકવાડા હાઇવેથી 227 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલક-ક્લિનરની ધરપકડ કરી છે. વાઘલધરાથી મુંબઈ તરફ એક ટ્રક નંબર GJ 24V5987ને પારડી પોલીસે બગવાડા હાઇવે ટોલનાંકા ઉપર વોચ ગોઠવી અકાવી હતી.ટ્રકમાં તલાસી લેતાં ક્રૂરતાપૂર્વક ખીંચોખીંચ ઘેટા બકરાં ભરેલા મળી આવ્યા હતા. જેમાં ઘાસ ચારાની કોઈ પણ વ્યવસ્થા ન હતી.

પોલીસે ઘેટા બકરા હેરાફેરીની પરમીટ માગતાં ચાલક જુમલખાન રહીમખાન પઠાણ રહે. બાડમેર રાજસ્થાન અને સાથે બેસેલા જામખાન મોબિનખાન સિંધી રહે ટોટણ રાજસ્થાન પાસે 75+75 ઘેટા બકરાની પરમીટ હતી. જેની સામે ટ્રકમાં 227 ઘેંટા બકરા મળી આવ્યા હતા.

પરમીટ કરતા વધુ ઘેટા બકરા મળતાં પોલીસે ટ્રકમાં સવાર બંનેની ધરપકડ કરી 227 ઘેટા બકરા, કિંમત રૂ 4.54 લાખ કબ્જે લઈ રાતા પાંજરાપોળ મોકલી આપ્યા હતા. આ ઘેટા બકરા મુંબઇ કલ્યાણ ખાતે કતલ માટે લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...