ધરપકડ:બગવાડાથી 2 હજાર કિલો માસ ભરેલો ટેમ્પો ઝડપાયો

પારડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 61 હજારનો દારૂ પણ કબ્જે લઈ બેની ધરપકડ

એલસીબીએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે બગવાડા ટોલ બૂથ આગળ પીકઅપ ટેમ્પોને અટકાવી ચેક કરતા અંદરથી 2 હજાર કિલો શંકાસ્પદ માસનો જથ્થો અને 61 હજારનો દારૂ મળી આવતા 2ની ધરપકડ કરી છે. એલસીબીએ પૂર્વ બાતમી આધારે બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી મુંબઈથી આવી રહેલા પિકઅપ ટેમ્પોને અટકાવી ચેક કરતા તેમાં શંકાસ્પદ માસ ભરેલા કોથળા મળી આવ્યા હતા આ ઉપરાંત અન્ય કોથળામાં રૂ.61200નો દારૂ મળી આવ્યો હતો.

આ અંગે ચાલક મોહમદ શોયેબ અખ્તરઅલી અન્સારી અને ક્લીનર ઝાફરઅલી હસન અલી સૈયદ પાસે માસના જથ્થા અને દારૂની પરમિટ માંગતા તે ન હોવાથી તેની ગેરકાયદે હેરાફેરી કરાતો હોવાનું બહાર આવ્યુ હતું. આ માસ મુંબઈ વાશી સાનપાડા કોલ્ડ સ્ટોરેજમાંથી ઈલિયાઝએ ભરાવ્યું હતું અને અમદાવાદમાં રૂસ્તમ અને રાજાભાઇને પહોંચાડવાનું હતું. જ્યારે દારૂ મુંબઈ પુના હાઇવે વાસી બ્રિજ પાસેથી અજીતભાઈ ગુપ્તાએ ભરી આપી અમદાવાદ જુહાપુરા ખાતે એઝાઝ અજમેરીને પહોચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. એલ.સી.બી.એ આ બન્નેની ધરપકડ કરી દારૂ , ટેમ્પો, 2 હજાર કિલો માસ અને મોબાઈલ મળી 7,66 200નો માલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

સેમ્પલ એફએસએલમાં મોકલાવાયું
પીકપમાં ઝડપાયેલું માસ ગૌવંશની હોવાની શંકા જતાં પોલીસે તેની પુષ્ટિ માટે પારડી વેટરનીટી ડોક્ટરની ટીમને મદદમાં તેડાવી હતી અને માસના જથ્થામાંથી સેમ્પલ લઈ FSLમાં મોકલવામાં આવ્યું છે જે FSLનો રીપોર્ટ બાદજ માસ કોનું છે જે બહાર આવે એમ છે.

અન્ય સમાચારો પણ છે...