ધરપકડ:ઓરવાડથી ટેમ્પોમાં સેન્ટીંગની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCBએ ખેપિયાને પકડી 4.24 લાખનો મુદ્દામાલ કબજે લીધો

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ એ.એસ.આઇ રાકેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેમશ પારડી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા.જે દરમિયાન વાપી જીઆઇડીસી ખાતે આવેલા વિશાલ મેગા માર્ટ પાસેથી એક પીકઅપ ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી પોલીસ કોન્સ્ટેબક તેજપાલસિંહ ને મળતા ઓરવાડ નેશનલ હાઇવે નંબર 48 ગીરીરાજ હોટલ સામે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન પીકઅપ ટેમ્પો નંબર GJ 15AT5449 આવતા અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાસી લેતા ટેમ્પાના પાછળના ભાગે સેન્ટીંગની પ્લેટો મળી આવી હતી જેની નીચેથી પોલીસને સંતાડી લઈ જવા તો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની બોટલો નંગ 1591 જેની કિંમત રૂપિયા 1,20,000 નો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલત દિપક જેસીંગ ભરવાડ રહે ચણોદ મોહનનગર વાપી મૂળ ભાવનગર ની ધરપકડ કરી છે. અને ટેમ્પો અને એક મોબાઇલ તેમજ સેન્ટીંગની પ્લેટો નંગ 35 જેની કિંમત રૂ 3,500 અને દારૂનો જથ્થો મળી 4,24,000 નો જથ્થો કબજે લેવામાં આવ્યો છે.

આ ઝડપાયેલો આરોપની પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્થો વાપી ચણોદ ખાતે મોહનનગર હળપતિ નિવાસ ખાતે રહેતો મિનેશ કિશોરભાઈ હળપતિ ભરાવી આપી વાપી જીઆઇડીસી વિશાલ મેગા માર્ટ પાસે આપી ગયો હોવાનું અને તેના કહેવા પ્રમાણે ગુંદલાવ લઈ જવાનો હોવાનું જણાવતા મીનેશને વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ પારડી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...