કમકમાટી ભર્યા દર્શયો સર્જાયા:ઓરવાડ હાઇવે પર રાહદારીને અજાણ્યા વાહને કચડી માર્યો

પારડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ પરથી અનેક વાહનો ફરતા ઓળખવામાં મુશ્કેલી

ઓરવાડ હાઇવે પર રામદેવ ઢાબા આગળ સુરતજતાં ટ્રેક પર હાઇવે વચ્ચેના ડીવાયદર પરથી ચાલતો જતો અજાણ્યો 25થી 30 વર્ષીય યુવાનને હાઇવે પરથી જતાં કોઈ વાહને અડફેટમાં લઈ કચડી નાંખ્યો હતો જેને લઈ તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ બાદ પણ હાઇવેથી પસાર થતાં અન્ય વાહનો મૃતદેહ પરથી પસાર થતાં મૃતકના શરીરના અવયઅવો બહાર આવી જતાં મૃતદેહ મૃતદેહ ક્ષતિગ્રસ્ત બની ગયો હતો જેને કમકમાટી ભર્યા દર્શયો સર્જાયા હતા.

આ બનવાની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો લઈ ઓરવાડ ખાતે પીએમ માટે મૂકવામાં આવ્યો હતો આ મૃતકે શરીરે કાળા ક્લરનું પેન્ટ અને લાલ શર્ટ પહેર્યું છે આ મૃતક અંગે કોઈ ઓળખ થતી હોય તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...