પારડીના સરોધીના સિંગા ફળીયા પારડી ખાતે રહેતા વિજય બાબુભાઈ પટેલે અંબાચ ની જમીન ધીરુભાઈ ,ચીમનભાઈ લલ્લુભાઈ અને છોટુભાઈ લલ્લુભાઈ પાસેથી ફક્ત 399 રૂપિયા માં એમની માતાએ ખરીદી હોવાની સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને મેળાપીપણામાં સરકારી એન્ટ્રી કરી અને શાંતાબેન ના મરણ બાદ સીધી લીટીના વારસદાર તરીકે વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ ,સંજય છીબુ પટેલ અને હેમા છીબુ પટેલ વગેરે નામે કરી દીધી હતી જમીનના મૂળ માલિક દોલતભાઈ ચિન્મભાઈ મૈંસૂરિયાઓ ને આ અંગેની જાણ થતા તેઓએ આ તમામ વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોમાં છેડા કરી જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
અને વિજય છીબુભાઈ કો પટેલ રહે સરોધી સીંગા ફળિયાની પારડી પોલીસે ધરપકડ કરી છે. સાથે અંબાજ કણબીવાડ ખાતે રહેતા મનીષ મોહનભાઈ પટેલ ની પણ પાડી પોલીસે ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.આ પોલીસ તપાસમાં હાલમાં ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય કૌભાંડી અબાચ ગામનો મનીષ મોહનભાઇ કણબી પટેલ નીકળ્યો છે. સરોધી ના વિજય ને તેણે જ આ જમીન બતાવી હતી અને વિજય ના નામે થઈ ગયા બાદ આ જમીન તે પોતેજ ખરીદવાનો હતો.પોલીસે હાલ રિમાન્ડ હેઠળ આ મામલામાં હજી કોણ કોણ સામેલ છે જેની પૂછપરછ હાથ ધરી છે. અંબાચમાં મનીષ પટેલ અગાઉ પણ જમીનના મુદ્દે વિવાદોમાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
અધિકારી કે કર્મચારીની સંડોવણી વગર અશક્ય
અહીં ખાસ એક વાત ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ ખોટી અને ડુપ્લીકેટ એન્ટ્રી મામલતદાર કચેરીએ કરવામાં આવી એ સમયે કયા કર્મચારી અને અધિકારી પોતાની ફરજ નિભાવતા હતા એ સરળતાથી જાણી શકાય એમ હોય અને આધિકારીઓ ના સાથ સહકાર વિના આ કાર્ય સંભવ ન હોય એ તરફ પણ તટસ્થ તપાસ થવી એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.