તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધગડમાળમાં રોડ ક્રોસ કરતા આધેડને બાઈકે ઉડાવતા મોત

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરીદી કરી પરત ફરતા નડ્યો અકસ્માત

પારડી તાલુકાના ધગડમાળ ગામે મિશન ફળિયા ખાતે રહેતા કાંતિભાઈ ભીખાભાઈ ગાંગોળા ગત શનિવારના સાંજે તેમના ઘર સામે આવેલી હરનિશભાઈની દુકાનમાં ગયા હતા જ્યાંથી તેઓ સામાનની ખરીદી કરી પરત નાનાપોઢા થી પારડી જતો માર્ગ ક્રોસ કરતા હતા ત્યારે માર્ગ પરથી પુરપાટ ઝડપે હંકારી લાવેલા સીબીઝેડ બાઈકના ચાલક નિલેશભાઈ ભગુભાઇ પટેલ રહે સોઢલવાળા વડીયાકાંચએ રોડ ક્રોસ કરતા કાંતિભાઈને અડફેટમાં લઈ ઉડાવી દીધા હતા.

જેમાં કાંતિભાઈ સાથે બાઇક ચાલક પણ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં બંને ઇજા ગ્રસ્ત બનતા 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી કુરેશી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં કાંતિભાઈનું આઇસીયું વોર્ડમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...