આગ:પારડીમાં AC ચાલુ કરતા જ પોલીસ કર્મીના મકાનમાં આગ

પારડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ લાગતા પોલીસ કર્મીના ઘરમાં સામાન બચાવવા થઇ રહેલો પ્રયાસ. - Divya Bhaskar
આગ લાગતા પોલીસ કર્મીના ઘરમાં સામાન બચાવવા થઇ રહેલો પ્રયાસ.
  • શોર્ટ સર્કિટ બાદ જોત જોતામાં આગ ફેલાઈ ગઇ હતી

પારડી શહેરમાં સ્વાધ્યાય મંડળ રોડ પર આવેલા જલારામ નગરમાં ઘર નંબર 852/18માં રહેતા અને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટસરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દીપેશ પ્રવીણભાઈ પવારનાં ઘરે શનિવારે બપોરે બેડ રૂમમાં તેમની પત્નીએ એસી ચાલુ કરવા જતાં શોર્ટ સર્કિટ થઇ હતી અને જોતજોતામાં ધુમાડા સાથે આગ લાગી જતા પત્ની બેડરૂમ માંથી બહાર નીકળી ગઇ હતી.

ઘટાની જાણ પોલીસ કર્મી દીપેશને કરતા તેમણે જિલ્લા પોલીસ કોંટ્રોલને કરતા પોલીસે પારડી નગર પાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. પારડી ફાયરની ટીમે પાણી મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આજુ બાજુના લોકો પણ દોડી આવી ઘર માંથી સર સામાન બહાર કાઢી નાંખતા મોટું નુકસાન થતા બચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...