તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણાંતિકા:પારડીના પરિયામાં સ્કૂલથી છૂટી ઘરે જતા 6 વર્ષના બાળકને કાળ ભરખી ગયો

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક  6 વર્ષીય પુત્ર ધ્રુવિશ પટેલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક 6 વર્ષીય પુત્ર ધ્રુવિશ પટેલની ફાઇલ તસવીર.
  • પૂરઝડપે દોડતી કારે બાળકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

રોહિણાથી પરિયા તરફ કાળમુખી બનીને દોડી આવેલી કારે સ્કૂલમાંથી છૂટીને પરત ફરતા 6 વર્ષીય બાળકને અડફેટમાં લેતા મોત નિપજ્યું હતું.

પારડીના પરિયા ગામે લાગિયા ફળીયામાં રહેતા મહેન્દ્ર ગુલાબભાઈ પટેલના 6 વર્ષીય પુત્ર ધ્રુવિશ પ્રાથમિક શાળામાં ધો.1 માં અભ્યાસ કરતો હોય બુધવારે સ્કૂલથી છૂટી પરત અન્ય વિદ્યાર્થીઓ સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગોઈમાંથી પરીયા તરફ આવવાના માર્ગ પરથી પુરપાટ ઝડપે આવી રહેલી વરના કાર નંબર GJ15CL0668ના ચાલકે ધ્રુવિશને અડફેટમાં લઇ માર્ગ પર ફેંકી દીધો હતો. ઘટનામાં ધ્રુવિશ લોહીલુહાણ થઇ ગયો હતો. દોડી આવેલા લોકોએ અકસ્માત સર્જનાર કારને રોકી એજ

કારમાં ધ્રુવિશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કર્યું છે માસુમ બાળકનું મોત નિપજતા ગામલોકોએ કારચાલક પર આક્રોશ ઠાલવતા વાતાવરણ તંગ બની ગયું હતું. સરપંચ જીતુ પટેલ અને પાટીના ગ્રામસેવક શશિકાંત શંકરભાઈ પટેલની અટક કરી પોલીસ મથકે લઈ જવાતા મામલો થાળે પડ્યો હતો.

સરપંચ સાથે કચેરીએ આવતા સેવકે અકસ્માત કર્યો
વરના કારમાં સવાર થઇ પાટીમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતો શશિકાંત પટેલ રહે અરનાલા ભુલા ફળીયા અને પાટીનો સરપંચ જીતુ પટેલ પારડી તાલુકા પંચાયત ઓફિસ કામ અર્થે નીકળ્યા હતા તે સમયે ગ્રામ સેવક શશિકાંત કાર હંકારી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગ્રામ સેવક સામે ગુનો દાખલ કર્યો છે.