કાર્યવાહી:પારડીથી 8.90 લાખનો દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયું

પારડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક-ક્લીનર વોન્ટેડ,18.90 લાખનો મુદ્દામાલ કબજે

પારડી હાઇવેની એક હોટેલ નજીકથી એલસીબીએ શનિવારે મળસ્કે વોચ ગોઠવી 8.90 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા હતા.લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે શનિવારે મળસ્કે બાતમી આધારે પારડી નેશનલ હાઇવે પર તુલસી હોટલ પાસે વોચ ગોઠવી કન્ટેન્ટર નં. NL01AA5974 આવતા અટકાવાનો પ્રયાસ કરતા ચાલકે કન્ટેનર પુર ઝડપે હંકાર્યુ હતું

જોકે પોલીસે પીછો કરતા થોડે દુર કન્ટેનર ઉભું રાખી ચાલક- ક્લિનર ભાગી છૂટ્યા હતા. કન્ટેનરમાં તલાશી લેતા SKF ગ્રીસના ખાલી ડબ્બાના બોક્ષ પાછળ સંતાડેલો 11064 બોટલ દારૂ કિંમત રૂ 8.90.400 મળ્યો હતો.પોલીસે દારૂ અને કન્ટેનર મળી કુલ્લે રૂ 18.90.900નો મુદ્દામાલનો કબજો કરી પારડી પોલીસને સોંપી ચાલક-ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...