તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પારડી શહેરના નાની તાઈવાડમાં જુગાર રમતા 8 ઇસમો ઝડપાયા

પારડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.70 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો

પારડી નાની તાઇવાન ખાતે આસિફ અહમદ મૂલ્લાના તેના ઘરે બહારથી માણસો બોલાવી ગંજી પત્તા વડે પૈસાનો જુગાર રમાડતો હોવાની બાતમી વલસાડ એલસીબી ટીમને મળતા ગત રાત્રીના ત્રણેક વાગ્યે આસિફ મુલ્લાના ઘરે છાપો મારવામાં આવ્યો હતો ત્યારે આસિફના ઘરના ઉપરના માળે ગંજી પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા 8 જુગારિયાઓ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા.પોલીસે છાપો દરમિયાન ઝડપાયેલા ચાર જુગારીઓ પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા 10.600 અને તમામની અંગઝડતી કરી રોકડા રૂપિયા 28.850 તેમજ 7મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 21.500 સહિત કુલ. 1.70.050નો મુદ્દામાલ કબજે લઇ તમામ આરોપીની ધરપકડ કરી હતી.

જુગારમાં કોણ કોણ ઝડપાયું
1 આસિફ અહમદ મુલ્લા રહે પારડી ચીવલ રોડ નાની તાઇવાડ 2 નિકુલ ધનસુખલાલ રાણા રહે મોદી સ્ટ્રીટ ભિલાડવાળા બેંક પાછળ 3 દિનેશ નગીનભાઈ પટેલ રહે ખડકી નિશાળ ફળિયા 4 અલ્લારખું મોહમ્મદ પાટિયા રહે પારડી સરકારી ગોડાઉનની પાછળ લક્ષ્મી એપાર્ટમેન્ટ 5 મોબિન અબ્દુલ સમદ રહેલ નાના તાઇવાડ આઝાદ રોડ વલસાડ 6 સવર ફારુક શેખ રહે દિપકવાડી ચિવલ રોડ રોડ પારડી 7 નિષાદ અહમદ શરીફ મનીયાર રહે વલસાડ ઝાપા કુંભારવાડ 8 મુસાફખાન રસીદ ખાન પઠાણ રહે ચિવલ રોડ આઇ.ડી.એફસી બેંક ની સામે

અન્ય સમાચારો પણ છે...