તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રેલવે બ્રિજ નિર્માણના 7 લાખના સળિયાની પોણીયાથી ચોરી થઇ

પારડી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રોજેક્ટ મેનેજરે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી

હાલમાં વલસાડથી બગવાડા ટોલનાકા સુધીના રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના માટે પોણિયાગામ કોથરખાડી નજીક ખુલ્લામાં એક ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જ્યાં રેલવે બ્રિજના નિર્માણ માટે વપરાતા સળિયાઓ મુકવામાં આવતા હતા. ગત તારીખ 25 માર્ચના રોજ રેલવે બ્રિજના પ્રોજેક્ટ માટે રેલવે વિભાગના ઇક્રોન કંપનીનો સંપર્ક કરી બાલાજી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રવીણભાઈ કુશવાહા એ રાયપુર થી ૧૩ ટન લોખંડના સળિયાનો ઓર્ડર કરી મંગાવ્યા હતા અને પોણીયા ખાડીના કિનારે આવેલા ગોડાઉનમાં મુક્યા હતા.જે ગોડાઉન પરથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ 13 ટન સળિયા જેની કિંમત રૂ 7.00.000 ના મત્તાની ચોરી ફરાર થઈ ગયા હતા.

પ્રોજેકટ મેનેજર ચેકીંગ માટે ગોડાઉનમાં જતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ ઉમરગામના ભીલાડ વિસ્તારમાં એક રાજકીય કાર્યકરના ઘરેથી રેલવે બ્રિજ બાંધકામના સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નાના કોન્ટ્રાક્ટરોની મિલી ભગતમાં બ્રિજના સળિયાની ચોરી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પારડી પોલીસે હાલ તો અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો