સંઘ પ્રદેશ દમણ ખાતે દારૂનું સેવન કરી ચાલતા ગુજરાતમાં પ્રવેશતા સુરતના છ ઈસમોની કલસર ચેકપોસ્ટ પર પારડી પોલીસે ધરપકડ કરી છે. પારડી પોલીસ બુધવારે સાંજે કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી ત્યારે દમણ તરફથી દારૂ પીને ચાલીને આવી રહેલા 6 ઈસમો નશામાં લથડીયા ખાતા નજરે આવતા પોલીસે અટકાવ્યા હતા.
જેમાં પ્રમોદ પુરઇ ગૌતમ ઉ વ 30, અર્જુનસિંહ રાજારામ સિંહ ઉવ 24, ધર્મેન્દ્ર કલ્લુ મિસ્ત્રી ઉવ 26 ત્રણેય રહે સુરત કડોદરા ચાર રસ્તા ગોકુલનગર ,કોઠારી, પ્રતીક સુરેશ ભાઈ દેસાઈ ઉવ 41, શૈલેષભાઈ મોહનભાઈ ઢીમ્મર ઉવ 42 તેમજ બળદેવસિંહ માનસિ પરમાર ઉવ 37 આ ત્રણેય રહે પલસાણા સુરત સંજીવની સોસાયટીની ધરપકડ કરી તમામનું મેડિકલ કરાવી પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો હોય ઘણા સહેલાણીઓ દમણ મોજ મસ્તી સાથે ખાણીપીણીની જયાફત માણવા આવી રહ્યા છે. આવા લોકો નશા કરી પરત ફરતા ગુજરાત પોલીસના હાથે ઝડપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.