તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:પારડી પાલિકાના 6 કર્મીની વેક્સિન બાદ તબિયત લથડી

પારડી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 રેફરલ હોસ્પિટલના ઓબ્ઝર્વેશનમાં

પારડી રેફરલ હોસ્પિટલમાં નગરપાલિકાના કર્મચારીઓને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. બુધવારે પાલિકાના 6 કર્મચારીઓની તબિયત લથડી પડી હતી જેઓને સારવાર માટે પારડી રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં 6 પૈકી 3 કર્મચારીઓને ઓબ્ઝર્વેશનમાં રાખી બાદમાં રજા આપી હતી. જ્યારે ત્રણ કર્મચારીઓને દવા આપી ઓબર્વેશનમાં રાખ્યા છે. આ કર્મચારીઓમાં શરીર દુખવું, ચક્કર આવવા, અશક્તિ, એસીડીટી જેવી ફરિયાદો જોવા મળી હતી.

આ વાતની જાણ ચીફ ઓફિસર પ્રાચી દોષી અને પાલિકા પ્રમુખ હસુ રાઠોડને થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. સામન્ય તકલીફ હોવાનું તબીબે જણાવતા હાશકારો અનુભવાયો હતો.પાલિકાના સફાઈ કર્મચારી મીનાબેન મનોજ સોલંકી ,નિરુબેન અનિલભાઈ સોલંકી ,શોભનાબેન નિલેશ ભાઈ સોલંકીને કોરોના રસી લીધાના ત્રણ દિવસ બાદ અશક્તિ અને ચક્કર આવવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. મંગળવારે કપરાડાની બે આગણવાડી વર્કરની વેક્સિન લીધા બાદ તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો