ક્રાઇમ:પરીયામાં નળિયા ખસેડી 58 હજારની ચોરી

પારડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિયા ગામે બંધાળી ફળિયામાં રહેતો ગણેશભાઈ જયંતીભાઈ પટેલ જે કપરાડા કાજલી ગામે પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમનો ભાઈ નિતીન જે વાપી બલીઠા ખાતે વીજ કંપનીમાં નોકરી કરે છે. સોમવારે બન્ને નોકરી ઉપર ગયા હતા જ્યારે તેમની માતા ઉમાબેન કામસર બજારમાં ગયા હતા ત્યારે સવારે 10 થી 1ના ગાળામાં કોઈ ચોર ઇસમે ઘરના છત ઉપરના નળિયા ખસેડી ઘરમાં પેઠા હતા અને ઘરમાં મૂકેલી લોખંડની અને લાકડાની તિજોરી ખોલી દોઢ તોલાની સોનાની ચેન, દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, સોનાની બે વીટી, એક જોડી એરિંગ તેમજ રોકડા રૂપિયા 2૦,૦૦૦ મળી 58000 ના મત્તાની ચોરી પલાયન થયા હતા. બપોરે ગણેશ ભાઇ નોકરી પરથી પરત ફરતા ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસને જાણ કરી હતી .

અન્ય સમાચારો પણ છે...