પારડી હાઇવે પર શનિવારે સાંજે પાર નદીના બ્રિજ પર વાપી થી સુરત તરફ જતા ટ્રેક પર એક પાછળ એક આમ 5 કાર અથડાતા પાંચેય કારને નુકસાન પહોંચ્યું હતું.જેમાં સૌથી આગળ એક ઇનોવા કાર હતી જેના પાછળ GJ-15-CH-3870 નંબરની અમેઝ કાર ,તેના પાછળ વગર નંબરની નવી નકોર આર્ટિકા, GJ-21-AH-5256 નંબરની વેગેનાર કાર,જે પછી DD-01-A-6171નંબરની કિયા સોનેટ કાર અથડાઈ હતી. સદનસીબે આ કારોમાં સવાર લોકોનો સામન્ય ઇજા સાથે બચાવ થયો હતો.
દમણગંગા બ્રીજ પાસે બાઇકને બચાવવામાં એક સાથે 3 કાર ભટકાઇ
હાઇવે સ્થિત દમણગંગા બ્રીજથી ભીલાડ તરફ જતા થોડા આગળ શનિવારે સવારે એક બાઇકચાલક હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. જેને બચાવવા જતા કારચાલકે બ્રેક મારતા જ તેની પાછળ ઇકો અને તેની પાછળ જીપના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દમણગંગા નદી બ્રીજથી ભીલાડ તરફ જતા થોડા આગળ ટર્નિંગ પહેલા જય રિસર્ચ કંપનીની સામે શનિવારે સવારે એકની પાછળ એક આમ કુલ ત્રણ કાર ભટકાઇ હતી. હાઇવેની બીજી બાજુ જવા માટે એક બાઇકચાલક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાર નં.જીજે-15-સીએલ-1394ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ચાલી રહેલી ઇકો કારનો ચાલક તેની ગાડીથી ભટકાયો હતો. તે જ સમયે ઇકો પાછળ ચાલતી જીપે ઇકોને ટક્કર માર્યો હતો. આ બનાવમાં ત્રણેય ગાડીને નુકસાન પહોંચ્યો હતો. સદનસીબે કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.