તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:પોલીસ પર હુમલા કેસમાં 5ના 6 દિવસના રિમાન્ડ, છઠ્ઠો આરોપી પોલીસ ઝડપી શકી નથી

પારડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટુકવાડા હાઇવે પર ગત 29 જુલાઇની રાત્રે ત્રણથી ચાર સ્કોરપીયો કારમાં આવેલા 10થી 12 ઇસમોએ લાકડી સળિયા અને રિવોલ્વર જેવા હથિયારની અણીએ પોલીસ કર્મીનું અપહરણ કરી મારમારી લોહીલુહાણ હાલતમાં હાઇવે પર ફેકી ગયા હતા. ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હુમલામાં સંડોવાયેલા 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાતા 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાંચ દિવસ બાદ છઠ્ઠો આરોપી પોલીસ ઝડપી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...