કાર્યવાહી:કલસર ચેકપોસ્ટથી દારૂ સાથે થાઇલેન્ડની 5 મહિલા ઝડપાઇ, દમણ સહેલગાહ કરી પરત ફરતી હતી

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડી પોલીસ કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દમણ તરફ થી ઇકો કાર આવતા અટકાવી હતી.કારમાં ડ્રાઈવર ક્લિનર સાથે સવાર 5 વિદેશી યુવતીઓ પાસેના પર્સ ચેક કરતાં પાંચેય યુવતીના પર્સમાંથી વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી. આ તમામ યુવતી થાઈલેન્ડની હોય જેને સુરત ભરુચનો ડ્રાઈવર ક્લીનર દમણ ભાડા પર કાર નક્કી કરી ફરવા લાવ્યો હતો.

પોલીસે ડ્રાઈવર ક્લીનરને નિવેદન લઈ જવા દીધા હતા. જ્યારે આ પાંચેય થાઈલેન્ડની યુવતી સામે પોલીસે વિવિધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરીવધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...