તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કેરી ભરવા ઉભેલી કાર- લક્ઝરીને ટેન્કરે ટક્કર મારતા 5 જણાંને ઇજા

પારડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખડકી હાઇવે પર ટ્રીપલ અકસ્માત, એકની હાલત નાજૂક

પારડી ખડકી હાઇવે પર શનિવારે મળસ્કે લકઝરી બસમાં ઈક્કો કારમાંથી કેરીના બોક્ષ ભરવામાં આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ટેન્કરે ઈક્કો કાર અને ઉભેલી બસને પણ અડફેટમાં લેતા સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં 5 વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી જેમાં એકની હાલત નાજુક જાણતા વધુ સારવાર માટે સુરત ખસેડાયો હતો.

ખડકી હાઇવે પર એકતા હોટલ સામે મુંબઈ તરફ જવાના ટ્રેક પર શનિવારે મળસ્કે 4.30કલાકે કૃષ્ણા ટ્રાવેલ્સ કંપનીની બસ નંબર RJ -06-PA -5494માં વિનોદ કિશનભાઈ ભીરભડિયા રહે ભિવંડી મુંબઈ, ઈરફાન સત્તારભાઈ શેલત રહે રાજુલા ઘાંચીવાડ અમરેલી તેમજ નીતિન જશુભાઈ જાદવ રહે રાજુલા અમરેલી ઈક્કો કાર નંબર GJ-14-AP -6902 માંથી કેરીના બોક્ષ બસના ક્લીનર ભેરુલાલ દૂધારામ મીણા રહે કુંભલગઢ રાજસ્થાન સાથે ભરાવી રહ્યા હતા.

ત્યારે પાછળથી ટેન્કર નં GJ-16-AV-1115 પૂરઝડપે આવી ઉભેલી ઈક્કોને તથા લક્ઝરીને અડફેટેમાં લેતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર ખાડામાં ઉતરી ગયું હતું. અકસ્માત કેરી ભરતા ત્રણ અને બસ ક્લિનર તેમજ બસ માંથી લઘુશંકા માટે ઉતારેલાસંજય મોહનલાલ સુથાર મળી 5 વ્યક્તિને ગંભીર ઇજા થતા તેઓને 108માં પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં ઈરફાનની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે સુરત ખસેડ્યો હતો. અકસમાતની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...