પારડી નેશનલ હાઇવે નંબર 48 પર પારડી તાલુકા સેવા સદન કચેરી નજીક સુરત જવાના ટ્રેક પર એક ટ્રક નં MH10AW7258ના ચાલકે કોઈ કારણસર ટ્રકને ઊભી રાખી હતી ત્યારે મુંબઈ તરફથી આવતી અર્ટિકા કાર નં GJ25J6935નો ચાલક તોહિર અલી ઇનાયત રાજ રહે વડોદરાએ કોઈ કારણસર ઉભેલી ટ્રકને ભાળી શક્યો ન હતો જેને લઇ તે ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર વાસુદેવ નેનુમલ કેસવાની ઉવ 70, તેમની પત્ની ગીતાબેન કેસવાની ઉવ 65, અને તેમનો પુત્ર ઉમેષ કેસવાની ઉવ 34, પુત્રવધુ પ્રાર્થના કેશવાની તેમજ ડ્રાઈવર તોહિરને ઇજા પહોંચી હતી જેઓ તમામને સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલ દાખલ કરાયા હતા.જોકે આ 6 ઇજાગ્રસ્તો પૈકી માતા ગીતાબેન અને પુત્ર ઉમેશને ગંભીર ઈજા હોય આઈ.સી.યુ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.