ગુમાસ્તાનો ભંગ:પારડીમાં ગુમાસ્તાનો ભંગ કરી રવિવારે દુકાન ચાલુ રાખતા 30 લાયસન્સ જપ્ત

પારડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગળ કાર્યવાહી કરવા મુદ્દે પાલિકા અધિકારી-સભ્યોનો 1 બીજાને ખો

ગુમસ્તા ધારા નિયમો અનુસાર કોઈ પણ વેપારી એક દિવસ વેપાર ધંધો બંધ રાખવાનો હોય છે. જે અંતરગત નિયમોનું પાલન થાય છે કે નહી તેમાટે પારડી પાલિકા ચીફ ઓફિસરે સ્ટાફના માણશો ઉમેશ પટેલ , નીતિન , ભાવેશ , પંકજ સાથે પારડી ઓવરબ્રિજ થી ચીવલ રોડ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં રવિવારે સરપ્રાઈઝ ચેકિંગ કરતા 30 દુકાનો ખુલ્લી જોવા મળી આવી હતી અને ત્રણ દુકાનો કોઈ પણ જાતની પરવાનગી વિના ચાલતી હતી.જેથી પાલિકાએ નિયમો અનુસાર આ તમામ દુકાનોના લાયસન્સ જપ્ત કર્યા હતા. પરંતુ આગળ કોઇ કાર્યવાહી ન કરી ચૂંટાયેલી પાંખ પર નિર્ણય છોડતા વિવાદ સર્જાયો છે.

એકતરફ પાલિકાના સદસ્યોએ સ્ટાફને આ કાર્યવાહી કોને પૂછીને કરી હોવાનું જણાવતા ચીફ ઓફિસરનું નામ આપતા કેટલાક સદસ્યોની આ દુકાનદારો સાથે મિલીભગત કે સંબધો હોય તેઓ નારાજગી બતાવી રહ્યા છે. આમ પાલિકા અને સદસ્યો બન્ને વચ્ચે વેપારીઓ પીસાઈ રહ્યા છે .હકીકત માં લાયસન્સ જપ્ત કર્યા બાદ જે તે દંડ વસૂલી કે નોટિસો આપી કાર્યવાહી પૂર્ણ કરવાની હોય છે.પણ કોઇ નિર્ણય લેવાયો નથી અને દુકાનદારોને લાયસન્સ મળી શકયા નથી. તો બીજી બાજુ પાલીકાના કર્મચારી , ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સદસ્યો એક બીજા પર ખો આપી છટકી રહ્યા છે.

કર્મચારી ગણ સાથે નક્કી કરી કાર્યવાહી કરીશું
દંડ લેવા પોલીસ કાર્યાવાહી કરવી જેવી ઘણી કાર્યવાહી કરી શકાય છે.પરંતુ કાર્યવાહી કરવા માટે કર્મચારી સાથે ચર્ચા કરી નક્કી કરીશું કે શુ કાર્યવાહી કરીશું કે દંડ વસુલવો.> પ્રાચીબેન દોશી, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...