ફરિયાદ:પારડી હાઇવે પર કન્ટેનરે રીક્ષાને પાછળથી ટક્કર મારતા 3ને ઇજા

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલોને પારડી CHC બાદ વલસાડ સિવિલમાં ખસેડાયા

પારડી રેલવે સ્ટેશનથી પાંચ જેટલા પેસેન્જરોને બેસાડી સેલવાસ જવા નીકળેલી રિક્ષાને પારડી હાઇવે પર એક કન્ટેનરે પાછળથી ટક્કર મારતા રિક્ષા સવાર પેસેન્જરો દબાઈ ગયા હતાં. સેલવાસ ખાતે રહેતા અને પેસેન્જર રિક્ષા ભાડે ફેરવતા આસીમ ઇસરાઈલ ડુંગડુંગ ગત રોજ સાંજે પારડી રેલવે સ્ટેશન ને થી પોતાની રીક્ષામાં પાંચ જેટલા પેસેન્જર ભોલા સમતભાઈ ગુપ્તા, ચંદ્રમાં રામ બચ્ચન, નિર્મલ દખુશેર ખરવાલ, વિજયકુમાર ગિરજા રામ, અને તારકેશ્વર ઠાકુરને લઈ સેલવાસ જવા માટે નીકળ્યા હતા.

ત્યારે પારડી નેશનલ હાઇવે નંબર 48 પસાર કરતી વખતે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે એક કન્ટેનર નંબર MH-46-BF-3116 ના ચાલકે રિક્ષાને પાછળ થી જોરદાર ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરો દબાઈ ગયા હતા.જે દ્ર્શય હાઇવે થી પસાર થતાં અન્ય રાહદારીઓ જોતા ભેગા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેડાવી હતી અને રિક્ષામાં બેસેલા પાંચ પેસેન્જરો પૈકી ત્રણ ભોલા સમતભાઈ ગુપ્તા, ચંદ્રમાં રામ બચ્ચન, અને નિર્મલ દખુશેર ખરવાલ શેર ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તેમને સારવાર માટે પ્રથમ પારડી CHC બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે એ રિક્ષા ચાલકે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...