બેદરકારી:પારડીમાં નવા માર્ગ પર ડામર સાથે કેમિકલ નંખાતા 20 બાઇક સ્લીપ થઇ

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાણિયાવાડમાં નવા બની રહેલા રોડ પર પટકાતા ચાલકને નાની-મોટી ઇજા પહોંચી

પારડી પાલિકા વિસ્તારમાં સ્ટેટ બેંક,વાણીયાવાડ, રાણા સ્ટ્રીટ તરફ જતા માર્ગ ઉપર ડામર લાગ્યા બાદ સિમેન્ટ જેવું કેમિકલ પાથરવામાં આવતા માર્ગ લીસો બની ગયો હતો. સવારે ત્યાંથી પસાર થતા વાહનચાલકો સ્લીપ મારતા ઇજા થઇ હતી.

પારડી પાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી આ માર્ગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગત રાત્રે સ્ટેટ બેન્ક તરફના માર્ગ ઉપર સિમેન્ટ જેવું કેમિકલ પાથરવાથી માર્ગ લીસો બની ગયો હતો.સ્થાનિકોએ પાલિકામાં ફરિયાદ પણ કરી હતી. બુધવાર સવારથી આ માર્ગ ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકો- રાહદારી સ્લીપ મારી જતા હતા.

અહીંથી નોકરિયાત વર્ગો તેમજ બેંક,જ્વેલર્સ,અન્ય દુકાનોમાં આવતા ગ્રાહકો કે કોઈ વાહન ચાલકોને ઈજા ન પહોંચે તે માટે સ્થાનિકોએ આ માર્ગ બંધ કર્યો છે. પાલિકા પ્રમુખ હમસુખભાઇ રાઠોડે જણાવ્યું હતું કે નવા માર્ગોની કામ ચાલુ થયાં છે.વાણિયાવાડ પાસે માર્ગ બંધ હોવા છતાં લોકો પસાર થયા હતાં. જેના કારણે બાઇક સ્લીપ થઇ છે.

પાલિકા સામે લોકોમાં રોષ
પારડી પાલિકા વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષમાં કોઇ જોવા મળ્યું નથી. હાલ અનેક સ્થળોએ રસ્તા ખોદી નાખ્યા હોય લોકોએ હાલાકી ભોગવવી પડે છે. બાઇકો સ્લીપ થતાં વાહન ચાલકોનો પાલિકાના વર્તમાન પદાધિકારીઓ સામે ગુસ્સો વધી રહ્યો છે. નવા રસ્તાઓની બાજુમાં ગટરના ઢાંકણા નાખવા અને વોલ ટુ વોલ રસ્તો બનાવવાની માગ શહેરીજનો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...