કાર્યવાહી:બ્રાન્ડેડ દારૂ સાથે વડોદરાની મહિલા સહિત 2 ઝડપાયા, પારડી પોલીસે 8 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

પારડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાની ભાઈ બહેન તરીકે ઓળખ આપતા વડોદરાના આધેડ વયના મહિલા અને પુરુષ બ્રેઝા કારમાં દારૂ લઇ જતા બગવાડા ટોલનાકાથી પારડી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી 7.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

પારડીના PSI કે.એમ.બેરિયા અને તેમની ટીમે બાતમી આધારે બગવાડા ટોલ બુથ આગળ વોચ ગોઠવતા સેલવાસ તરફથી આવતી બાતમી વાળી બ્રેઝા કાર નં GJ06PE1748 ને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી બ્લેક એન્ડ વાઈટ, 100 પાઈપર, વેટ69 જેવો મોંઘી ગ્રાન્ડનો દારૂ અને બીયરની બોટલો મળી 2.83.200નો દારૂ મળી આવતા કારમાં સવાર પોતાની ભાઈ બહેન તરીકે ઓળખ આપતા વડોદરા આજવારોડના આધેડવયના બિમલ હસમુખ ટેલર 51 અને પન્નાબેન સુનિલ ભાઈ સાહેબરાવ ગોડાવલે 47ની પોલીસે ધરપડક કરી છે. અને દારૂ અને કાર મળી કુલ્લે રૂ 7.88.700નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.