દમણના ડાભેલ ખાતે રહેતા મામાના ઘરેથી યુવકે દાગીનાની ચોરી કરી પારડીમાં ફોઇના છોકરા સાથે વેચવા જતા પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે મંગળસુત્ર, કડુ, વિંટી અને બે મોબાઇલ મળી કુલ રૂ.3.11 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પારડી પોલીસના પીઆઇ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ શનિવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇ ચંદુભાઇ સુરપાલભાઇને બાતમી મળી હતી કે, બે ઇસમો ચોરીના દાગીના ઓરવાડ વિસ્તારમાં સોના-ચાંદીની દુકાન ઉપર મોપેડ લઇને વેચવા જઇ રહ્યા છે. જેથી પોલીસે વોચ ગોઠવતા બંને ઇસમો એક્ટિવા નં.એમએચ-02-ઇવી-1775 લઇને આવતા બંનેને અટકાવી પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ આકાશ હરેશ કો.પટેલ રહે.કિકરલા ગામ ગ્રીનસીટી રોહાઉસ નં.-40 પારડી મુળ રહે.
વિલેપાર્લે વેસ્ટ અંધેરી મુંબઇ અને પાછળ બેસેલા ઇસમે પોતાનું નામ ફોરમ કાન્તી નગીન કો.પટેલ રહે.કલસર ગામ પટેલ ફળિયા પારડી નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અંગઝડતી કરતા આકાશના ખિસ્સામાંથી એક થેલીમાં સોનાનું કડુ જેનું વજન 18.76 ગ્રામ કિં.રૂ.1,08,808 અને સોનાનું મંગળસુત્ર વજન 23.920 અને કાળા મળકાનું વજન 18.000 કિં.રૂ.1,04,000 તેમજ સોનાની ડાયમંડવાળી વિંટી વજન 2.37 ગ્રામ કિં.રૂ.8,295 થાયે છે. કુલ 39.13 ગ્રામ દાગીના કિં.રૂ.2,21,103 તથા એક્ટીવા કિં.રૂ.30,000 અને બે ફોન મળી પોલીસે રૂ. 3,11,103નો મુદ્દામાલ કબજે લઇ બંને આરોપીની પૂછપરછ કરતા આકાશે જણાવેલ કે, એક અઠવાડિયા પહેલા દમણ ડાભેલ ખાતે હાટિયાવાડમાં રહેતા પોતાના કુટુંબી મામા જીતેશભાઇ રમેશભાઇ કો.પટેલના ઘરમાંથી આ દાગીનાની ચોરી કરી ફોઇના છોકરા ફોરમ સાથે તેને વેચવા માટે બંને નીકળ્યા હતા. જેની જાણ દમણ પોલીસને કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.