કાર્યવાહી:બગવાડાથી 299 ઘેટાં-બકરા ભરેલી ટ્રક સાથે 2ની ધરપકડ

પારડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની પરવાનગીથી બકરા મુંબઇ લઇ જવાતા હતા
  • તમામ ઘેટા​​​​​​​-બકરાને રાતા પાંજરાપોળ ખાતે રખાયા

વાઘલધરા થી મુંબઈ તરફ ગેરકાયદે બકરા ભરેલી ટ્રક નંબર GJ24V9198 જઈ રહી હોવાની બાતમી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી પારડી પોલીસને મળતા પોલીસે બગવાડા હાઇવે પર ટોલ નાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક 299 બકરા મળી આવ્યા હતા. જેથી ટ્રકચાલક કમરૂદ્દીન મયુદ્દીન નાગોરી રહે સિદ્ધપુર પાટણ અને જાહિદ હુસેન યાસીન કુરેશી રહે જોધપુર રાજસ્થાન પાસે બકરાઓ હેરાફેરી કરવાની પરમિટ માંગી તો તેઓએ મુદત પૂર્ણ થયેલી તારીખ વાળી પરમીટનું કાગળ રજૂ કર્યું હતું.

ટ્રકમાં બકરાઓ માટે ઘાસચારા જેવી પણ પુરતી સુવિધાઓ રાખી ન હોવાથી પોલીસે 299 ઘેટા બકરાનો કબજો લઈ સાર સંભાળ માટે રાતા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને રૂપિયા 10 લાખની ટ્રક કબજે લઇ ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ બકરા ઝુબેર કુરેશી નામના વ્યક્તિએ જોધપુર રાજસ્થાનથી ભરાવી મુંબઇ ખાતે મંડી બજારમાં આપવા જતા હોવાનું બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...