તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખડકી હાઇવે પર માટીના ઢગથી 2 અકસ્માત, 1નું મોત, 5 ઘાયલ

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IRBએ માટી ન હટાવતા રાત્રે બાઈક બાદ કાર પલ્ટી

ખડકી હાઇવે પર ઓવર બ્રિજના શરૂઆતમાં ડાઇવર્ઝન પાસેના માટીના ઢગલા IRB એ ન હટાવતા ગુરૂવાર રાત્રે અકસ્માતની 2 ઘટના બની હતી. જેમાં એક યુવાનનું મોત થયુ હતું. જ્યારે 5 વ્યકિતને ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં ખસેડાયા હતા.

ગુરૂવાર મોડી રાતે દમણના ડાભેલ ચેકપોસ્ટ સોમનાથ તળાવ ફળીયા ખાતે રહેતા.અમિતપ્રસાદી મંડલ,સંતોષ રાજુ મંડલ, પ્રદિપ રામધની યાદવ બાઈક પર ટ્રિપલ સીટ સુરત જવા માટે નીકળ્યા હતા ત્યારે ખડકી ઓવરબ્રિજ પાસે માટીના મોટા ઢગલા પર બાઇક ચઢી જતા તમામ નીચે પટકાયા હતા. જેમાં બાઈક ચાલક પ્રદીપનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ 2 યુવાનને 108માં વલસાડ સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

એવીજ રીતે મુંબઈ થી સાપુતારા જવા નીકળેલા ભાયદર મીરાં રોડ ખાતે રહેતા ધવલ વિનોદભાઈ વ્હોરા, તેમના પત્ની ધ્વનિ ધવલ વ્હોરા અને મિત્ર ભાવેશ મહેતા પણ આજ રીતે માટીના ઢગ પર તેમની કાર એસ.એક્સ.4 નંબર એમ.એચ.04 .ઇડી.5189 ચઢી પલટી જતા કારમાં સવાર ત્રણેયને ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં ખસેડાયા હતા.આમ હાઇવે ઉપર ખડકાયેલા માટીના ઢગ ન હટાવાની આઇઆરબીની બેદકારીથી એક યુવકે જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...