સુરક્ષા:6 માસમાં અકસ્માતમાં 140એ જીવ ગુમાવ્યા, એલએન્ડટીના સહયોગથી બાલદા ગામે રેન્જ આઈજીના હસ્તે 500 હેલ્મેટનું વિતરણ

પારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં બાઇકના અકસ્માતોમાં મોતની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 6 માસમાં જિલ્લામાં 140 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં મોટા ભાગે હેલ્મેટ વિના બાઈક હંકારનારા હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ માનવતા ભર્યો અભિગમ દાખવી ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે.

સોમવારે પારડીના બાલદા પંચાયત કચેરીએ આ પ્રકારનો ફ્રી હેલમેટ વિતરણ કાર્યક્રમ સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં વલસાડ જિલ્લા અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા , ડી.વાય.એસ.પી. એમ.એન.ચાવડા , પારડીના પીઆઈ મયુર પટેલ, અગ્રણી જતીન દેસાઈ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, તા.પં. પ્રમુખ મિતલબેન પટેલ,ડો.ટીકુ , બાલદાના સરપંચ રાહુલ પટેલ , ઉપસરપંચ સંજયભાઈ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં એલએન્ડટી કન્ટ્રક્શન કંપનીના સહયોગથી બાલદા, સોઢલવાડા, સુખેશ વિગેરે ગામોના લોકોને રેન્જઆઈજીના હસ્તે બહેનોને પિન્ક તથા યુવાનોને બ્લેક હેલ્મેટ મળી કુલ 500 હેલ્મેટનું ફ્રીમાં વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે રેન્જ આઈજી પાંડિયને જણાવ્યુ હતું કે, છેલ્લા 3 વર્ષ થી અલગ અલગ જિલ્લામાં અલગ અલગ રેન્જમાં હેલ્મેટ વિતરણ કરતા આવ્યા છે.

જે વિસ્તારમાં વધુ ફેટલ અકસ્માતો થાય છે એ વિસ્તારને આઇડેન્ટિફાઈ કરી તે વિસ્તારમાં હેલ્મેટ વિતરણ કરાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બાઈક ખરીદી કરે ત્યારે જ તેમણે હેલ્મેટ અને જરૂરી સેફટીના સાધનો લેવા જોઈએ જેથી પોલીસનું અડધું કાર્ય તો ત્યારેજ પૂર્ણ થઈ જાય છે.બાઈક પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું જોઈએ અને હાઇવે ઉપર તો ફરજિયાત.વધુમાં તેમણે જિલ્લામાં હાઇવે પર આવેલા ટોલ નાકા ઉપર ચેકિંગ કરી જો કોઈ બાઈક ચાલક હેલ્મેટ વગર નીકળે તો તેને હેલ્મેટ વગર ટોલ નાકું ક્રોસ ન કરવા દેવાના નિયમનો કડક અમલ કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...