રેસ્ક્યુ:પારડીના આમળી ગામે ભારે વરસાદમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરાયું

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રપૂર લાઈફ સેવરની ટીમે હોડી મારફતે બહાર કાઢ્યાં

જિલ્લામાં ભારે વરસાદને પગલે પારડીના આમળી ગામે વાડી વિસ્તારમાં રહેતા બે કુટુંબના ચાર ઘરોના 14 લોકો ફસાયા હતા જેમને પારડી ચંદ્રપૂર લાઈફ સેવરની ટીમે રેસક્યુ કરી તમામને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવા સાથે નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે. જેમાં પારડી તાલુકાના આમળી ગામે સરપંચ ફળિયામાં 3 થી 4 ઘરોના ફરતે પાણી ભરવો થતાં આ ઘરના 14 લોકો ફસાયા હતા. જેથી જાણ સરપંચે પારડી મામલતદાર આર. આર ચૌધરીને કરાતા તેમણે પારડી ચંદ્રપૂર લાઈફ સેવર ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલાવી પોતે પણ ટીડીઓ સાથે ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ રસ્સતા વરસાદી પાણીથી બ્લોક હોવાથી મુશ્કેલી ઉભી હતી.

વેલપરવા માર્ગ પર પાણી હોવાથી સમગ્ર ટીમ પારડી ભેસલા પાડા થી પરીયા રોડ બાદ ડુંગરીથી આમળી ભેસું ફળિયુંમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાં હોડી પણ પાણીમાં ઉતારી હતી પરંતુ સફળતા ન મળતા આખરે રોહિણા કડવી બોરથી ટીમ આમળી પહોંચી હતી અને ચંદ્રપૂર લાઈફ સેવરની ટીમે જીવના જોખમે 14 લોકોનું રેસક્યુ હાથ ધરી સ્ત્રી પુરુષ સહિત બાળકો અને વડીલોને મળી તમામ 14 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...